Vidyasahayak And Shikshansahayak Recruitment 2024 : નીચે જણાવેલા સંચાલક મંડળો સંચાલિત તેમજ આદિજાતી વિકાસ વિભાગ, ગુ. રા. ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમશાળાઓ તથા અપગ્રેડ માધ્ય ઉ. મા. આશ્રમશાળા માટે વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયક જગ્યા ભરવા માટે મેરીટ યાદી મુજબના ૧ થી ૩ ક્રમના ઉમેદવાર હાજર ન થતાં ખાલી જગ્યા ભરવા માટે.
મદદનીશ કમિશનરશ્રી (આ.વિ.) રાજપીપળા જિ. નર્મદાના પત્ર ક્રમાંક : મક આ.વિ./ આ.શા./ પુનઃ જાહેરાત/ મંજુરી ૨૦૨૩-૨૪૪ ૪૪૭થી ૪૬૧ તા. ૦૨-૦૩-૨૦૨૪ તથા મદદનિશ કમિશનરશ્રી (આ.વિ.) નર્મદાના પત્ર ક્રમાંક મક આ.વિ./ આ.શા./ એન.ઓ.સી. ૨૦૨૩-૨૪ ૨૮૭૨ થી ૭૬ તા. ૦૨-૧૨-૨૪ તથા ૨૭૭૬ થી ૮૦ તા. ૨૭-૧૦-૨૩ તથા મદદનીશ કમિશનરશ્રીની (આ.વિ.) ભરૂચના પત્ર ક્રમાંકઃ મક આ.વિ. આ.શા./ એન.ઓ.સી./૨૦૨૩- ૨૪૧૮૪૩થી ૧૮૪૭ તા. ૨૭-૧૦-૨૩ તથા ૧૭૯૫ થી ૧૭૬૯ તા. ૧૭-૧૦-૨૩ તથા ૨૧૬૩ થી ૨૧૬૭ તા. ૦૬-૧૨-૨૩ તથા ૧૬૭૪ થી ૧૬૭૮ તા. ૨૫-૦૯-૨૩થી ના વાંધા પ્રમાણપત્ર મળેલ છે.
જે મુજબ વિદ્યાસહાયક, શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે જાહેરાતો આપી ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલ હતી. પરંતુ જાહેરાત પ્રસિદ્ધ કરવાના નિયમ અનુસાર જાહેરાત પ્રસિદ્ધ થયેલ ન હોય પુનઃ જાહેરાત પ્રસિદ્ધ કરવા આદિજાતિ વિકાસ અધિકારીશ્રી રાજપીપળાના તા. ૨૦-૦૨-૨૪ તથા તા. ૨૬-૦૨-૨૪ તથા તા. ૦૨-૦૩-૨૪ તથા ૦૪-૦૩-૨૪ તથા ૦૬-૦૩- ૨૪ થી સુચના મળતાં નીચે મુજબની આશ્રમશાળાઓની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
Vidyasahayak And Shikshansahayak Recruitment 2024Read More
Vidyasahayak And Shikshansahayak Recruitment 2024 JOB DETAILS :
Vidyasahayak And Shikshansahayak Recruitment 2024
Vidyasahayak And Shikshansahayak Recruitment 2024
Necessary Instructions And How To Apply :
ક્રમ
શરતો
૧
ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડયાના પ્રમાણપત્રથી લઇને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રો જે તે અનામત જગ્યા માટેના જાતિના પ્રમાણપત્ર, ઉન્નત વર્ગમાં સમાવેશ થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર આ.ન. વર્ગ (E.W.S.) નું પ્રમાણપત્ર પ્રમાણિત નકલો સહિત સ્વ- હસ્તાક્ષરમાં (પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે) રજીસ્ટર એ.ડી. દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન- ૧૦માં જે તે જગ્યા માટેની અરજી, જે તે સંસ્થામાં અરજી મોકલવાના સરનામે અરજી મોકલવાની રહેશે. કઇ જગ્યા માટે અરજી કરો છો તે અરજીમાં / કવર પર સ્પષ્ટ લખવાનું રહેશે.
૨
ઉપર દર્શાવેલ સંસ્થાઓની જુદી- જુદી જગ્યાઓ હોય એકથી વધુ જગ્યા માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ જે તે સંસ્થાની જુદી જુદી જગ્યા અનુસાર અલગ- અલગ અરજી કરવાની રહેશે.
૩
ઉપરોકત લાયકાત એ લઘુત્તમ લાયકાત છે. પરંતુ જો કોઇ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાતમાં વધારાની લાયકાત ધરાવતા હોય તો તેના ગુણપત્રો, પ્રમાણપત્રોની નકલ અરજી સાથે સામેલ કરવાની રહેશે. ગુણપત્રમાં (C.G.P.A.) તથા ગ્રેડ દર્શાવેલ હશે તેઓએ કોલેજ અથવા યુનિવર્સિટીનું કુલ ગુણમાંથી મેળલેલ ગુણનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરના ગુણપત્રકની નકલ મોકલવાની રહેશે.
૪
આદિજાતિ વિકાસ અધિકારીશ્રીના તા. ૦૨-૦૩-૨૪ તા. ૦૪-૦૩-૨૪ તથા ૦૬-૦૩-૨૪ ના પત્રની સુચના અનુસાર જે ઉમેદવારોએ જે તે સંસ્થાની અગાઉની જાહેરાત અન્વયે જે તે સંસ્થામાં અરજી કરેલ હશે. તેઓની અરજી આપોઆપ માન્ય ગણાશે. પરંતુ આવા ઉમેદવાર ઇચ્છે તો જે તે સંસ્થામાં પુનઃ અરજી કરી શકાશે.
૫
ઉમેદવારે પ્રાપ્ત કરેલ સ્નાતક, અનુ સ્નાતક તથા બી.એડ. એમ.એડ. ની લાયકાત તથા યુ.જી.સી. દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી મેળવેલ હોવી જોઇશે. તથા એન.ઓ.સી. માં જણાવેલ અન્ય તમામ શરતો બંધન કરતા રહેશે.
૬
રાજ્ય સરકાર દ્વારા ધો. ૧ થી ૫ માટે પ્રાથમિક વિભાગ ટેટ- ૧, ધો. ૬ થી ૮ માટે અપર પ્રાથમિક વિભાગની ટેટ- ૨ તથા ધો. ૯ માટે માધ્યમિક વિભાગની ટાટ તથા ધો. ૧૧/૧૨ માટે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ હોવી જોઇએ. તથા સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ કમ્પ્યુટર અંગેની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
૭
વિદ્યાસહાયક તેમજ શિક્ષણ સહાયકને પ્રતિ માસે સરકારશ્રીના આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ચુકવવામાં આવશે.
૮
અનુ. જન. જાતિની આશ્રમશાળાઓ હોય સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધારા- ધોરણ મુજબ પસંદ થયેલા ઉમેદવારે આશ્રમશાળાના સ્થળે ૨૪ કલાક રહેવુ ફ૨જીયાત છે. પસંદ થયેલા ઉમેદવારને ગુ. રા. ગાંધીનગરના તા. ૩૦-૧૧-૨૦૧૯ ના પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવશે.
૯
ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ મે. આશ્રમશાળા અધિકારીશ્રીની કચેરી રાજપીપળા, એમ. વી. રોડ, જીલ્લા સેવાસદન રાજપીપળા જિ. નર્મદા ખાતે મોકલી શકશે.
Thanks 👍
Thanks 👏🙏👍👏
Thanks 👍