Unjha Nagarpalika Recruitment 2024 : પ્રાદેશીક કમિશ્નરશ્રી,નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ ક્રમાંક RCMGN/0033/11/2023 તા.૦૭/૧૧/૨૦૨૩ થી થયેલ હુકમ અને શરતોની જોગવાઈઓ અનુસાર નગરપાલિકાની પસંદગી સમિતિ ધ્વારા નકકી કરવામાં આવેલ ધોરણ તથા શરતો અને ઉંઝા નગરપાલિકાના મંજુર થયેલ લઘુતમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી-બઢતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની ક્લમ-૨૭૧ હેઠળ પ્રાદેશીક કમિશ્નરશ્રીની કચેરી,ગાંધીનગર ધ્વારા તા.૦૨/૦૬ ૨૦૨૩ ના હુકમથી મંજુર થયેલ ભરતી બઢતીના નિયમો-૨૦૨૩ ને આધિન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે નીચે પત્રકમાં દર્શાવેલ સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફીકસ પગારથી સીધી ભરતીથી નિમણુંક માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં ચીફ ઓફીસરશ્રી, ઉંઝા નગરપાલિકા જિ.મહેસાણા ખાતે ફકત રજીસ્ટર પોસ્ટ એ.ડી થી મોકલી આપવાની રહેશે.
(૨)
અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાલપત્ર રજુ કરવાનું રહેશે. અરજી સાથે પ્રમાણપત્ર સામેલ ન હોય તેવી કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
(૩)
અરજદારે પ્રત્યેક જગ્યા માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે.
(૪)
ઉપરોક્ત સંવર્ગ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારે રૂ।.૩૦૦/- ચીફ ઓફીસર, ઉંઝા નગરપાલિકા, ઉંઝા ના નામના ડિમાન્ડ ડ્રાફટથી મોક્લવાની રહેશે. અનુસુચિત જાતિ, અનુસુચિતજનજાતિ તથા સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહીં.
(૫)
અરજી કવ૨ ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
(૬)
ઉપરોકત સંવર્ગ માટે અરજી અંગેનો નિયત નમૂનો નગરપાલિકાની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી નિયત નમુનામાં જ મોકલવાનો રહેશે.
(૭)
વય મર્યાદા સરકારશ્રીના નિતિ નિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ષના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે તા.૦૧/૦૨/૨૦૨૪ની સ્થિતિએ વયમર્યાદા ગળવાની રહેશે. તા.૧/૨/૨૦૨૪ ની સ્થિતિને નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.
(૮)
નિયામકશ્રી નગરપાલિકા ગુજરાત રાજય ગાંધીનગરના તા.૩/૮/૨૦૦૪ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના સ્પે.સી.એ.નં-૫૭૪૬/૧૯૯૯ ના હાઈકોર્ટના ચુકાદાને આધિન ઉંઝા નગરપાલિકા ખાતે ૭૨જ બજાવતા કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવામાં આવશે.
(૯)
અધુરીકે સમય મર્યાદાબાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહી.
(૧૦)
આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે ઉંઝા નગરપાલિકાને સંપુર્ણ અબાધિત અધિકા૨ ૨હેશે. ઉંઝા નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહિં.
Thank you
Thanks for sharing 🙏😊
Thanks for share 👍