TAT-S શિક્ષક સહાયક માધ્યમિક ની ભરતી જાહેર 2024
જાહેરાત
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ, કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગર (સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત ક્રમાંક : ૦૬/૨૦૨૪)
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ,કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગર.
(બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક : ૦૭/૨૦૨૪)
TAT-S
TAT-S સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની અંદાજિત કજલી જગ્યાઓ

TAT-S બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની અંદાજિત કજલી જગ્યાઓ


નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માધ્યમિક વિભાગ માટે તા. ૨૪/૧૦/૨૦૨૪ થી તા. ૧૫/૧૧/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓનો અભ્યાસ કરી ઓનલાઇન અરજી કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઇટ પર ઓનલાઇન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.
પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કા૨ણોસ૨ જગ્યા રદ થતાં, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે.
જાહેરાત સંબંધી વિગતવાર જાણકા૨ી સૂચનાઓ https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઇપણ સૂચના / વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઇ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.
TAT-S અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત :
તારીખ |
વિગત |
|---|---|
| જાહેરાત – પ્રેસ રિલીઝ |
જાહેરાત – પ્રેસ રિલીઝ જોવા અહીં ક્લિક કરો |
| અરજી કરવાની તારીખ | 24/10/2024 થી 15/11/2024 સુધી 23:59 કલાક |
| વેબસાઇટ | https://www.gserc.in |
| અરજી કરવાની પ્રક્રિયા | લાયકાત ધરાવતા ઉમેદવારો વેબસાઇટ પર મૂકવામાં આવેલ સૂચનાઓનો અભ્યાસ કરીને ઓનલાઈન અરજી કરી શકશે. |
| ફી ચુકવણી | ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવી. |
| અરજી સ્વીકાર | અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. |
| અરજી પ્રક્રિયા | અરજીમાં તમામ વિગતો ભર્યા બાદ, ખાત્રી કરીને ફી ભરવી પડશે. ફી ભર્યા બાદ જ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. |
| અરજીમાં સુધારો | જો ઉમેદવાર સુધારો કરવા ઇચ્છે, તો કરેલ અરજી Withdraw કરીને નવી અરજી કરી શકશે અને ફરીથી ફી ભરવી પડશે. |
| અરજી ના સ્વીકાર | ફી ભરવામાં ન આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ. |
Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
| WhatsApp Channel |
Click Here |
![]()
Thanks for sharing 👏👍👏
Thanks 👍