રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા ભરતી જાહેરાત રદ્દ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૬/૧૦/૨૦૨૧ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ આસિસ્ટન્ટ મેનેજરની ૨, ટેક્સ ઓફિસરની ૧ અને વોર્ડ ઓફિસરની ૨ જગ્યાઓની કુલ ૫ જગ્યાઓની ભરતી જાહેરાત રદ્દ કરવામાં આવી છે.
ભરતી જાહેરાત રદ્દ કરવાનું કારણ એ છે કે ભરતીના નિયમોમાં અદ્યતન ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો મુજબ ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરવી પડશે.
ભરતી જાહેરાત રદ્દ થવાથી જે ઉમેદવારોએ આ જગ્યાઓ માટે અરજી કરી હતી તેઓએ ભરપાઈ કરેલ ફી પરત મેળવવા માટે નીચેની પ્રક્રિયાનું પાલન કરવું પડશે:
આ જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોએ ભરપાઈ કરેલ ફી રીફંડ મેળવવા માટે તા.૦૨-૦૧-૨૦૨૪ સુધીમાં મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પોતાની વિગતો ભરીને અરજી કરવી પડશે. ત્યારબાદ ફ્રી રીફંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. નિયત સમયમર્યાદા બાદ ફ્રી રીફંડ અંગેની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.તા.૦૨-૦૧-૨૦૨૪ પછી મળેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
ઉમેદવારોને આ બાબતની નોંધ લેવા વિનંતી છે.