NHM Gandhinagar 2024 : જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, ગાંધીનગર જાહેરાત ૧૧ માસના કરાર આધારિત ભરતી
જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત કરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબની તા. ૦૮/૦૩/ ૨૦૨૪ થી તા. ૧૩/૦૩/૨૦૨૪ સુધીમાં સાંજના ૦૬.૦૦ કલાક સુધી આરોગ્યસાથી સોફટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
NOTE :- સદર ઉકત લાગૂ પડતી કેડર માટે દર્શાવેલ શૌક્ષણિક લાયકાત (પાસ/નાપાસ તમામ માર્કશીટ PDF) અને ધોરણ-૧૨ ની પાસ કે ના પાસ ની તમામ માર્કશીટ PDF અપલોડ કરવાની રહેશે.
ક્રમ
શરતો અને નિયમો
૧.
આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.
૨.
ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ ટપાલ/ કુરીયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
૩.
જાહેરાત અને ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.
૪.
સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૫.
રસ ધરાવતાં ઉમેદવારો એ તા. ૦૮/૦૩/૨૦૨૪ થી તા.૧૩/૦૩/૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધી ઉપર
જણાવેલ લીંકમાં અરજી કરવાની રહેશે.
૬.
વય મર્યાદા માટે જાહેરાત માં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તા.23/3/૨૦૨૪ ની સ્થિતીને ધ્યાને લેવામાં આવશે.
Thanks 👍🙏
Thanks 👍
Thanks 👍