GPRB Recruitment 2024 Class 3 Detailed Advertisement Notification (Police Sub-Inspector And Constable)
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક:GPRB/202324/1 અન્વયેની સુચનાઓ :
સરકારશ્રીના ગૃહવિભાગ, ગાંધીનગરના તા.૦૭/૦૩/૨૦૨૪ના ઠરાવ ક્રમાંકઃમહક/ ૧૦૨૦૧૯/૫૭૦૨૩૫/સ થી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે. (જેને હવે પછી આ જાહેરાતમાં બોર્ડ તરીકે દર્શાવવામાં આવશે)
GPRB
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૦૪/૦૪/૨૦૨૪ (બપોરના ૧૫:૦૦ કલાક) થી તા.૩૦/૦૪/૨૦૨૪ (રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે. ટપાલ, રૂબરૂ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ઓનલાઇન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય, અરજીમાં દર્શાવેલ વિગતો અધુરી કે અસંગત હોય, સામાન્ય વર્ગના ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તો આવા તમામ ઉમેદવારોની અરજીઓ અમાન્ય ઠરશે.
ખાસ નોંધઃ (એ) ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.
(બી) ઉમેદવાર જો (૧) ફકત પો.સ.ઇ. કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે (ર) ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને (૩) જો બંન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે. – (સી) માજી સૈનિકો માટે ગુજરાત રાજય સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો – ૧૯૭૫ અને સુધારેલ નિયમો – ૧૯૯૪ તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત મળવાપાત્ર રહેશે.
ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટાની ઇમેજ ૧૫ KB અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ ૧૫ KB સાઇઝથી વધે નહીં તે રીતે JPG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
Thanks 👍
Thanks for sharing 👍👏🙏
Thanks for share 👍