કેનેરા બેંકમાં ૩,૦૦૦ પદો પર એપ્રેન્ટિસશિપ ભરતીની જાહેરાત
Canara Bank
Canara Bank : સ્નાતકની ડિગ્રી ધરાવતારા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે. દેશમાં હજારો યુવાનો દર વર્ષે બેંકીંગની પરીક્ષાઓની તૈયારી કરે છે. બેંકમાં જવા માંગતા યુવાનો માટે એક વધુ તક છે. કેનેરા બેંક દ્વારા એપ્રેન્ટિસશિપ હેઠળ ૩૦૦૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને તે માટેની અરજીપ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે.
Canara Bank
DETAILS :
આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો ૪ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં કેનેરા બેંકની સત્તાવાર વેબસાઈટ canarabank.com મારફતે ઓનલાઈન અરજીઓ કરી શકશે. ઉમેદવારોની સરળતા માટે વેબસાઈટની વિગત અહીં આપવામાં આવી છે, જેથી તેઓ સીધા જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી શકે.
– Graduate degree from a recognized university or institution – Age between 20 to 24 years (Born between 1st September 1996 and 1st September 2004) – Age relaxation for reserved categories
Application Process
1. Visit canarabank.com 2. Go to the “Recruitment” section on the homepage 3. Click on the related recruitment link 4. Register as a new candidate 5. Upload required documents (signature, photograph, etc.) 6. Submit the form after paying the fee
Application Fee
– General Candidates: ₹500 – SC/ST/PwD Candidates: No fee
કેનેરા બેંક એપ્રેન્ટિસશિપ ભરતી, ૨૦૨૪ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો પાસે કોઇપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થાથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. સાથે જ, ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી વધુ અને ૨૪ વર્ષથી ઓછી હોવી જોઈએ. એટલે કે, ઉમેદવારનો જન્મ ૧ સપ્ટેમ્બર, ૧૯૯૬ પહેલાં અથવા ૧ સપ્ટેમ્બર, ૨૦૦૪ પછીનો ન હોવો જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
Canara Bank
અરજી કેવી રીતે કરશો?
આ ભરતી માટે અરજી કરવાની પ્રથા નીચે મુજબ છે: સૌપ્રથમ, ઉમેદવારોએ કેનેરા બેંકની સત્તાવાર વેબસાઈટ canarabank.com પર જવું જોઈએ. ત્યાંના હોમપેજ પર ‘ભરતી’ વિભાગમાં જઈને સંબંધિત લિંક પસંદ કરવી. ત્યારબાદ ‘નવું રજીસ્ટ્રેશન’ વિકલ્પ પર ક્લિક કરીને નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી. રજીસ્ટ્રેશન પછી, ઉમેદવારોએ તેમના જરૂરી દસ્તાવેજો જેમ કે હસ્તાક્ષર, ફોટો વગેરે અપલોડ કરવા અને ફી ચુકવણી કરીને અરજી ફોર્મ સબમિટ કરવું. ફી અંગે, સામાન્ય વર્ગના તમામ ઉમેદવારોએ ૫૦૦ રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. એસસી, એસટી અને પીડબલ્યુડી વર્ગના ઉમેદવારોને ફી માફ કરવામાં આવી છે.
Thanks for share 👏
Thanks 👍