
GSSSB જા.ક્ર. 214/202324 – સિનીયર સર્વેયર વર્ગ-૩ પરિણામ
જા.ક્ર. 214/202324 – સિનીયર સર્વેયર, વર્ગ-૩, સંવર્ગની પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત

જા.ક્ર. 214/202324 – સિનીયર સર્વેયર, વર્ગ-૩, સંવર્ગની પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત
મંડળની જા.ક્ર.૨૧૪/૨૦૨૩૨૪ – સિનીયર સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ બે શીફ્ટમાં MCQ-CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉકત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા.૨૫/૦૭/૨૦૨૪ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ. પ્રોવિઝનલ આન્સર-કી સામે આવેલ વાંધા સૂચનો અન્વયે તા.૨૭/૦૮/૨૦૨૪ ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ.
સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્રના Part-A માં ૬૦ પ્રશ્નો અને Part-B માં ૧૫૦ પ્રશ્નો એમ કુલ- ૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતાં. સદર પરીક્ષામાં ફાઇનલ આન્સર કી પરત્વે મળેલ વાંધા-સૂચનો અન્વયે શીફ્ટ-૧ માં કુલ-૧૧ (અગિયાર) પ્રશ્નો રદ કરેલ છે તથા કુલ-૦૪(ચાર) પ્રશ્નોના જવાબોમાં સુધારો થયેલ છે. તે ધ્યાને લેતાં શિફ્ટ-૧ ના ઉમેદવારો માટે Part – B માટે કુલ-૧૩૯ પ્રશ્નો માટે કુલ-૧૫૦ માર્કસ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.07914 માર્કસ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.26979 માર્કસ કાપવામાં આવશે.
શીફ્ટ-૨ માં કુલ-૦૩ (ત્રણ) પ્રશ્નો રદ કરેલ છે તથા કુલ-૦૬(છ) પ્રશ્નોના જવાબોમાં સુધારો થયેલ છે. તે ધ્યાને લેતાં શિફ્ટ-૨ ના ઉમેદવારો માટે Part – B માટે કુલ-૧૪૭ પ્રશ્નો માટે કુલ-૧૫૦ માર્કસ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.02041 માર્કસ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25510 માર્કસ કાપવામાં આવશે.
ઉક્ત પરીક્ષા બે અલગ-અલગ શિફ્ટમાં લેવામાં આવેલ હોય, મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન મેથડથી નોર્મલાઈઝેશન પદ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવેલ છે. તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ માર્ક્સ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી નીચે મુજબ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
પરિણામ :
જા.ક્ર. |
પદનું નામ |
પરિણામ |
વેબસાઈટ |
---|---|---|---|
૨૧૪/૨૦૨૩૨૪ | સિનીયર સર્વેયર, વર્ગ-૩ | અહીં ક્લિક કરો | અહીં ક્લિક કરો |
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
👍👍👍
Thanks 👍