TAT(HS) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024

TAT(HS) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024

TAT(HS) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024

જાહેરાત
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ, કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯,
ગાંધીનગર (સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત ક્રમાંક : ૦૪/૨૦૨૪)

ગાંધીનગર (બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક : ૦૫/૨૦૨૪)

TAT(HS) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024
TAT

TAT(HS) સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની અંદાજિત કજલી જગ્યાઓ

TAT(HS) બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની અંદાજિત કજલી જગ્યાઓ 

નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા. ૧૦/૧૦/૨૦૨૪થી તા. ૨૧/૧૦/૨૦૨૪ના રોજ ૧૧.૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કર્વાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.

નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.

પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાaળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે.

TAT(HS) જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઇ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.

TAT(HS) અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત :

વિગત

તારીખ/માહિતી

જાહેરાત – પ્રેસ રિલીઝ
જાહેરાત – પ્રેસ રિલીઝ જોવા અહીં ક્લિક કરો
અરજી કરવાની સમય મર્યાદા 10/10/2024 થી 21/10/2024 સુધી
અરજી કરવાની છેલ્લી તારીખ 21/10/2024, રાત્રે 11:59 વાગ્યા સુધી
વેબસાઇટ https://www.gserc.in
અરજી ફી ભરવાની પ્રકિયા ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે
અરજીની સ્વીકાર્યતા અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે
અરજીની ખાતરી કરવાની પ્રક્રિયા તમામ વિગતો ભર્યા બાદ, અરજીની ખાતરી કર્યા પછી જ ફી ભરવી પડશે. ફી ભર્યા પછી અરજી કન્ફર્મ માનવામાં આવશે
અરજીમાં સુધારો કરવા માટેની પ્રકિયા સુધારો કરવા માટે પહેલાની અરજી Withdraw કરી, નવી અરજી કરી અને ફી ફરીથી ભરવી પડશે
અરજી ફી ન ભરેલ ઉમેદવારો નિયત સમયમર્યાદામાં ફી ન ભરેલ ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

AMC Junior Clerk પરીક્ષાની તારીખ જાહેર

3 thoughts on “TAT(HS) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *