WRD : Narmada, Water Resources, Water Supply and Kalpsar Department
ગુજરાત સરકાર નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, કાયદા સલાહકાર (Legal Consultant)ની કરાર આધારીત ભરતી.
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની અમદાવાદ(૧), ગાંધીનગર(૨), મહેસાણા(૧), સુરત(૧), ગોધરા(૧), વડોદરા(૧), ભાવનગર(૧), રાજકોટ(ર) એમ કુલ ૧૦(દસ) સ્થળો ઉપરની કચેરીઓની જગ્યા પર કાયદા સલાહકાર (Legal Consultant)ની ૧૧ માસ માટે કરાર આધારીત નિમણૂક માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.
(૧) ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી (L.L.B) (૨) કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઇએ. (3) CCC+ level નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. (૪) ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં નોંધણી ધરાવતો હોવા જોઇએ. (૫) ઓછામાં ઓછો ૫(પાંચ) વર્ષનો પ્રેકટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. જે પૈકી, (૫.૧) નામ.હાઇકોર્ટમાં ઓછામાં ઓછી ૦૩ વર્ષની વકીલતનો અનુભવ, અથવા (૫૨) સરકારી વિભાગો – વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ.સુપ્રિમકોર્ટ હાઇકોર્ટ કેસમાં બચાવની કામગીરીમાં ૦૩ વર્ષનો અનુભવ.
WRD
Necessary Instructions And How To Apply :
No.
Content
(૧)
અંગ્રેજી,ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે.
(૨)
અરજી પત્રક સાથે “ઉપસચિવ” નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગુજરાત સરકારના નામનો રૂ.૧૦૦નો નોન રિફંડેબલ Demand Draft મોકલવાનો રહેશે.
(૩)
સંપુર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી દિન- ૨૫ સુધીમાં મળે તે રીતે ઉપસચિવશ્રી(મહેકમ), નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, બ્લોક-૯૫ મો માળ, સરદાર ભવન, ગાંધીનગરના નામે મોકલી આપવાના રહેશે.
(૪)
અરજી પત્રકનો નમૂનો, જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા લીગલ કન્સલટન્ટની જગ્યાની બોલીઓ,શરતો અને ફરજો,કામગીરીની વિગતો વિભાગની વેબસાઇટ https://guj-nwrws.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે
(૫)
પસંદગી પામેલ કાયદા સલાહકારને ઉપર દર્શાવ્યા મુજબની જગ્યાઓ પૈકી કોઈપણ જગ્યા પર નિમણૂક આપવાનો અબાધિત અધિકાર વિભાગને રહેશે.તેમનું નિમણૂકનું સ્થળ એ મુખ્ય મથક ગણવાનું રહેશે.
(૬)
સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
👏👍🙏
Thanks 👍