VMC Junior Clerk Selection List : જાહેરાત ક્ર્માંકઃ ૯૯૬/૨૦૨૧-૨૨, જુનિયર ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગની પસંદગી યાદી પ્રસિદ્ધ કરવા માટેની અગત્યની જાહેરાત.
વડોદરા મહાનગર પાલિકાની જાહેરાત ક્રમાંક: ૯૯૬/૨૦૨૧-૨૨- જુનીયર ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી તા.૨૭-૧૨-૨૦૨૩, તા.૧૦-૦૧-૨૦૨૪, તાઃ૨૦-૦૧-૨૦૨૪ અને તાઃ૦૨-૦૨-૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.
નોંધઃ-પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે વધુ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી કરવાની બાકી હોઇ, પ્રમાણપત્રોની ચકાસણી બાદ મેરીટના ધોરણે પ્રતિક્ષા યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉકત યાદીમાં સમાવેશ નહીં થયેલ ઉમેદવારો પૈકીના લાયક ઠરેલ ઉમેદવારોને મેરીટના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
Thanks 👍👍👍
Thanks for share 👍