ભારતીય રેલવે (Indian Railway) સંબંધિત કોઈપણ માહિતી માટે 139 નંબર પર કૉલ કરો

ભારતીય રેલવે (Indian Railway) દરરોજ કરોડો લોકોને મુસાફરી કરવાની સુવિધા આપે છે. આવામાં રેલવે પોતાના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓ આપે છે. પરંતુ ઘણીવાર મુસાફરોને વિચાર આવે છે કે રેલવેમાં કોઈ સમસ્યા થાય તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી? શું મારી ફરિયાદનો ઉકેલ મળશે? શું મને કોર્ટ-કચેરીના ચક્કર નહીં કાઢવા પડે?
આ બધી ચિંતાઓ દૂર કરવા માટે ભારતીય રેલવેએ એક હેલ્પલાઇન નંબર 139 શરૂ કર્યો છે. આ નંબર પર કૉલ કરીને તમે તમારી કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.
આ હેલ્પલાઇન નંબર 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમે તમારી મનપસંદ ભાષામાં ફરિયાદ કરી શકો છો. તમે અથવા તમારા મિત્રો-સંબંધીઓને આ હેલ્પલાઇન નંબર વિશે જણાવો જેથી તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકે.
આ સેવાઓ માં નીચેની સેવાઓ શામેલ છે :
સેવા |
હેતુ |
---|---|
સુરક્ષા | રેલ્વેમાં સુરક્ષા માટે અથવા રેલ્વે સંબંધિત કોઈપણ સુરક્ષા સમસ્યા અથવા ફરિયાદ માટે |
તબીબી સહાય | ચાલતી ટ્રેનમાં તાત્કાલિક તબીબી સહાય માટે |
ટ્રેન અકસ્માત | ટ્રેન અકસ્માત સંબંધિત માહિતી માટે |
ટ્રેન | ટ્રેનની માહિતી અથવા ટ્રેન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે |
સ્ટેશન | કોઈપણ સ્ટેશન સંબંધિત ફરિયાદ માટે |
સતર્કતા | કોઈપણ સતર્કતા માટે માહિતી આપવા અથવા લેવા માટે |
ફ્રેટ/પાર્સલ | માલ ગાડી અથવા પાર્સલ સંબંધિત સમસ્યાઓ અને પૂછપરછો માટે |
સામાન | પોતાના સામાનને ટ્રૅક કરવા માટે |
પૂછપરછ | સામાન્ય પૂછપરછો માટે |

Thanks for sharing this 😊